પપ્પાની પ્રિન્સેસ મમ્મીની ઢીંગલી
જીવી રહી છે એક સ્વમાની જિંદગી
રસોડાની રાણી આજે ઓફિસ સંભાળતી
મનની ખુશીઓને જીવી જાણતી
પોતે હસતી અને બીજાને હસાવતી
મુસીબતના તોફાનમાં અડગ રહી બતાવતી
ક્યારેક મનમાં મુંઝવણ રહેતી
ક્યારેય આકાંક્ષાઓ સેવતી
સાચા ખોટા ના ભેદ પરખતી
અન્યાય સામે દુર્ગા બની લડતી
નવા નવા શિખરો સર કરતી
નારી શબ્દની નવી વ્યાખ્યા ઘડતી
Comments