Milyin Featured 17

‘હા’ કે ‘ના’

Mehul PandyaLast Seen: Dec 10, 2023 @ 6:33am 6DecUTC
Mehul Pandya
@Mehul-Pandya

27th November 2023 | 6 Views
Milyin » 479007 » ‘હા’ કે ‘ના’

Info: This Creation is monetized via ads and affiliate links. We may earn from promoting certain products in our Creations, or when you engage with various Ad Units.

How was this Creation created: We are a completely AI-free platform, all Creations are checked to make sure content is original, human-written, and plagiarism free.

Toggle

એથી મોટું પ્રેમનું કોઈ પ્રમાણ નથી લાગતું,
એ બગાડે મોઢું તોય અપમાન નથી લાગતું.

“હા” કે “ના” પૂછવામાં નુકશાન નથી લાગતું,
નાનું કામ છે કરવામાં આસાન નથી લાગતું.

કે જાણે છે એ બધું અજાણ નથી લાગતું,
દિલ એનું મારા જેટલું નાદાન નથી લાગતું.

મારાથી વધુ કોઈ મને પરેશાન નથી લાગતું,
ઘર મને મારું સાચું રહેઠાણ નથી લાગતું.

ભક્તિમાં એની હવે જે ધ્યાન નથી લાગતું,
પ્રસન્ન થશે મારાથી ભગવાન નથી લાગતું.

“હા” થી વધુ કશું મૂલ્યવાન નથી લાગતું,
મુલાકાત વિના થશે સમાધાન નથી લાગતું.

Mehul PandyaLast Seen: Dec 10, 2023 @ 6:33am 6DecUTC

Mehul Pandya

@Mehul-Pandya

Following0
Followers0


You may also like

Leave a Reply